બધું ભૂલીને અચાનક ક્યાંક મળવાની મઝા પડશે
જૂના રસ્તે નવેસરથી નીકળવાની મઝા પડશે
ફરીથી એ જ રસ્તા પર જવાની ભૂલ કરવી છે
ફરીથી એ જ રસ્તે પાછા વળવાની મઝા પડશે
પછી ચારેતરફ એકાંત ગમતું લાગવા માંડે
ઊગીને એકબીજામાં જ ઢળવાની મઝા પડશે
અધૂરા સ્વપ્ન જેવા એક-બે કિસ્સાઓ જીવે છે
નજીવી વાતના નેવાને ગળવાની મઝા પડશે
તને સાચું કહું અંકિત, જીવનની એ હકીકત છે
નથી પાણી છતાં પણ જો, ઉછળવાની મઝા પડશે.
- અંકિત ત્રિવેદી
Monday, June 22, 2009
મઝા પડશે!
Subscribe to:
Posts (Atom)