Tuesday, July 28, 2009

પ્રેમની વાત!

એક અંધ છોકરીની આ વાત છે. લગભગ વીસેક વર્ષની એ છોકરીની દ્રષ્ટિ નાનપણમાં કોઈ કારણસર ચાલી ગઈ હતી. બાળપણ તો જેમતેમ વીતી ગયું પણ જ્યારે તે યુવાન થઈ અને તેના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવી ત્યારે મોટાભાગે અંધ યુવકોના જ માંગા આવતા. પણ યુવતીની એક ઈચ્છા કહો તો ઈચ્છા અને આશા કહો તો આશા હતી કે કોઈ તો એવો સામાન્ય યુવક મળશે જે તેને તેની દ્રષ્ટિહીનતા છતાં પણ પ્રેમ કરે. આમને આમ સમય વીતતો રહ્યો. એક દિવસ તેની પડોશમાં રહેતા એક યુવાને તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. જે ક્ષણની વર્ષોથી તેણે પ્રતિક્ષા કરી હતી તે ક્ષણ અચાનક તેની સન્મુખ આવી પડી. પરંતુ કંઈક વિચાર્યા બાદ તે યુવતીએ પેલા યુવાનને કહ્યું, "દોસ્ત! તારી કંઈ ગેરસમજ થતી લાગે છે. હું આ ચશ્મા પહેરી રાખું છું એટલે તને કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય પરંતુ મારી તને જણાવવાની ફરજ છે એટલે કહું છું કે હું દ્રષ્ટિહીન છું." યુવકે કહ્યું, "હું જાણું છું, ને છતાં તને પ્રેમ કરું છું કારણકે હું તારા વ્યક્તિત્વને નહીં તારા અસ્તિત્વને ચાહું છું." પેલી યુવતી તો ક્ષણભર રોમાંચિત થઈ ઊઠી પણ જરા વિચારીને તેણે કહ્યું, "દોસ્ત! તારી લાગણીની હું કદર કરું છું, પણ તારો પ્રસ્તાવ હું સ્વીકારી શકું એમ નથી. પરંતુ હું ખુશ છું કે આજે કોઈ તો એવું મળ્યું જે મને મારી શારીરિક ખામીને ઉપરવટ જઈને પણ ચાહે છે. દોસ્ત! કૃપા કરીને તારો એક ફોટો મને આપ અને તેની પાછળ તારું નામ-સરનામું લખી આપજે, જેથી ભવિષ્યમાં જો મને દ્રષ્ટિ મળે અને હું દેખતી થાઉં ત્યારે સૌ પ્રથમ હું તારો ફોટો જોઈશ અને શક્ય હશે તો તારો સંપર્ક પણ કરીશ. પણ જો એવું શક્ય ન બને તો ભવિષ્યમાં હું તારા પ્રેમનો સ્વીકાર કરું પણ ખરી પરંતુ ત્યાં સુધી રાહ જોવાની ધીરજ તારામાં હોય તો ઠીક બાકી મને ભૂલી જજે." તે છોકરાએ છોકરીને પોતાનું નામ-સરનામું લખેલો ફોટો આપતાં કહ્યું, "હું રાહ જોઈશ તારા જવાબની."
આ વાતને એકાદ વર્ષ વીત્યું હશે ત્યારે પેલી છોકરીના eye specialistનો એક દિવસ ફોન આવ્યો કે તેને match થાય તેવી આંખો મળી ગઈ છે અને તેના operation બાદ તે દેખતી થઈ જશે. operation બાદ જ્યારે તેની આંખ પરથી પટ્ટી ખોલવામાં આવી ત્યારે તે છોકરીએ સૌથી પહેલાં પેલા છોકરાનો ફોટો કાઢીને જોયો. પણ ફોટો જોતાં જ તે થોડી નિરાશ થઈ ગઈ કારણકે તે યુવાન થોડો કદરૂપો દેખાતો હતો. ત્યારબાદ તે યુવતીએ પોતાનો ચહેરો દર્પણમાં જોયો અને દંગ થઈ ગઈ કારણકે તેને પ્રથમવાર એ વાતની પ્રતીતિ થઈ કે પોતે કેટલી સુંદર છે. તેણે વિચાર્યું કે એટલા માટે જ તે યુવક તેને પરણવા રાજી થઈ ગયો હશે કે અંધ તો અંધ પણ તેને આવી સુંદર પત્ની ક્યાંથી મળવાની છે! સારું થયું કે તેનો પ્રસ્તાવ મેં તે વખતે ન સ્વીકાર્યો. મને તો હવે ઘણો દેખાવડો અને સારો વર મળી શકશે. આમ વિચારી તે યુવતીએ ફોટા પાછળના સરનામે યુવકને પત્ર લખ્યો કે, "દોસ્ત! તને જાણીને આનંદ થશે કે મને દ્રષ્ટિ મળી ગઈ છે પણ સાથે અફસોસ પણ છે કે હું તને પસંદ નહીં કરી શકું કેમકે તારો ફોટો જોયા પછી મને લાગે છે કે આપણી જોડી જામશે નહિ. આથી તું મારી રાહ જોયા વગર યોગ્ય પાત્ર જોઈને પરણી જજે અને મારા થકી તારું મન દુભાયું હોય તો મને માફ કરજે."
અઠવાડિયા પછી તે યુવતીને પેલા યુવાનનો પત્ર મળે છે. યુવતી ઈંતેજારીથી પત્ર વાંચે છે તો તેમાં લખ્યું હોય છે કે, "તારી વાત સાચી છે, સખી! તારી ને મારી જોડી ખરેખર જામે એમ નથી. કંઈ વાંધો નહિ, તું તારી દુનિયામાં ખુશ રહે. મારી ચિંતા કરીશ નહીં. બસ એક request છે. મારી આંખોનું ખાસ ધ્યાન રાખજે, કારણકે હવે તારી આંખે જ મારે દુનિયા જોવાની છે."
બલિદાન એ પ્રેમની ચરમસીમા છે. પ્રેમ એ માત્ર મેળવવાની સોદાબાજી નથી, એ તો ત્યાગીને ખુશ રહેવાની કળા છે.

Monday, July 27, 2009

વરસાદમાં!

ભીંજવીશું વ્હાલને વરસાદમાં
પ્રેમ કરીશું ચાલને વરસાદમાં
છત્રીની માફક ઉઘાડી જાતને
ખુદમાં તું મ્હાલને વરસાદમાં
રંગ આપોઆપ ભીનો થઈ જશે
ઘૂંટશું ગુલાલને વરસાદમાં
કોણ કહે છે દોસ્ત ભીંજાતા નથી
મારી સાથે ચાલને વરસાદમાં
વાદળો જઈ રૂબરૂ પપ્પી કરે
છોકરીના ગાલને વરસાદમાં.

Wednesday, July 22, 2009

Anger & Love !

This is a very nice story, send to me by my dear friend Dr. Chintan Shah, which I would like to share with you today.
While a man was polishing his new car, his 4 years old picked stone & scratched lines on the side of the car. In the anger, the man held the child's hand & hit it many times, not realizing that he was using a wrench. The child's hand was so badly hurt that when he was taken to the hospital, the doctors could not save his fingers because of severe multiple fractures in them. When the child saw his father, he asked with painful eyes, "Dad, when will my finger grow back?" The man stood speechless with tears rolling over his cheeks. He went back to car & kicked it many times devastated by his own action. Sitting in front of the car, he looked at the scratches over the car. He was shocked to read that. His son has written over the car, " I love you, Dad." Next day, that man committed suicide.
Anger & Love have no limits. They can change our lives either ways. We must always remember that, "Things are to be used & people are to be loved & not the other way round." Love your persons, not your possessions.

Monday, July 20, 2009

આવું અમદાવાદ ક્યાં મળે?

ક્યાં મળે કોઇને લાઇફ માં આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી.
ક્યાં આવી ઉત્તરાયણ ને ક્યાં આવી હોળી,
ફેસ્ટીવલ માં ભેગી થાય આખી દોસ્તો ની ટોળી.
ક્યાં આવી નવરાત્રિ ને ક્યાં આવી દિવાળી,
ક્યાં આવા દાંડિયા ને ક્યાં આવી રંગોળી.
ક્યાં L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યાં GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો.
ક્યાં મળે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ,
ક્યાં મળે S.G. highway જેવી હોટલો.
ક્યાં મળે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યાં મળે લો ગાર્ડન ની છટાકેદાર રાત.
શેર બજાર, ક્રિકેટ અને રાજકારણની
ક્યાં મળે ગલ્લે થતી પંચાત.
ક્યાં મળે honest ની પાંવ-ભાજી
ને ક્યાં મળે અશોક નું પાન.
ક્યાં મળે freezeland જેવી કોફી,
ક્યાં મળે ટેન જેવી નાન.
અમદાવાદ નો રંગ નિરાળો,
અમદાવાદ નો ઢંગ નિરાળો,
ભલે જુએ કોઈ એમાં કંઈ ખરાબી,
પણ ગર્વ છે મને કે હું છું અમદાવાદી....
-courtesy dipen.shah@telegistics.co.nz
(Thanks Chintan, for this mail.)

Sunday, July 19, 2009

Ten Steps to a More fulfilling job

  1. Know what you want to do : go for the most likes & fewest dislikes.
  2. Do you have the right skills? : Think about those which you might have to acquire. Seek other people's views of your strengths & weaknesses.
  3. Plan what steps to take : Think of the barriers & how to overcome them.
  4. Often your career goals will depend on others : Learn how to influence them. People give opportunities to those they like the best.
  5. Boost your skills. Work with other teams : If you have been in the same role for 2 or 3 years get a transfer to another department or a secondment. If not, get involved in a project outside your department.
  6. Accept change : Accepting change & helping others through it will make your career take off. Experience of change will make your CV shine.
  7. Be innovative : Think of at least two ways to solve any problem.
  8. Network : Meet lots of people interested in mutual gain.
  9. Know how headhunters work : Raise your profile to attract their attention.
  10. Don't let the thrill of a job offer go to your head : A few days' reflection can save years of grief in the wrong job.

Wednesday, July 15, 2009

લાવો રે !

લાવો રે, કાચની લખોટીઓ લાવો
લાવો, દૂરબીન આભ જોવા,
કેટલા વર્ષે હું આવ્યો છું ગામ,
મારું બળબળતું શહેર અહીં ખોવા.
જાતાં મેં ભમ્મરડે વીંટી'તી દોરી
એ દોરીની છાપ હજી હાથમાં,
કેટલાં કચૂકાઓ શેકીને ખાવાના
વાવ્યા'તા કાતરાઓ જાતમાં.
ફળિયાની ધૂળમાં ઝબોળું હું જાત
મારા શૈશવના હાથપગ ધોવા. લાવો રે...
ગિલ્લી-દંડામાં અંચઈ કરી દોસ્તને
દુઃખે છે હજી મને ઘાવ,
મરણોત્તર સન્માનો આપી શકાય છે
શી રીતે આપું એક દાવ ?
આંખો પર છાંટું બે ખોબા ભૂતકાળ
મળે સાચકલાં આંસુઓ રોવા. લાવો રે...
-મુકેશ જોષી

Friday, July 3, 2009

એ પ્રેમ છે!

એ પ્રેમ છે!
(આવો સુંદર sms મોકલવા બદલ આભાર, મોનાબેન!)

સવારમાં ઊઠીને આંખો ખોલતાં પહેલાં
કોઈનો ચહેરો જોવાની ઈચ્છા થાય
એ પ્રેમ છે!
મંદિરમાં દર્શન કરતી વખતે
પાસે કોઈ ઊભું છે એવો આભાસ થાય
એ પ્રેમ છે!
આખા દિવસનો થાક જેની સાથે બેસવાની
કલ્પનામાત્રથી દૂર થઈ જાય
એ પ્રેમ છે!
માથું કોઈના ખોળામાં મૂકવાથી લાગે
કે મન હળવું થઈ ગયું તો
એ પ્રેમ છે!
લાખ પ્રયત્નો છતાં જેને કદી
નફરત ન કરી શકો, ભૂલી ન શકો
એ પ્રેમ છે!
આ વાંચતી વખતે જેનો ચહેરો
તમારી નજર સામે તરવરે, બસ
એ જ તમારો પ્રેમ છે!

Thursday, July 2, 2009

પ્રભુને પ્રાર્થના -કુન્દનિકા કાપડિયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હો ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ !
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
તે મને શીખવ !
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ !
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું
તે મને શીખવ !
કઠોર નિંદા અને ટીકાનો વરસાદ વરસે ત્યારે
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું
તે મને શીખવ !
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું
તે મને શીખવ !
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય, ત્યારે
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી
તે મને શીખવ !