Monday, July 27, 2009

વરસાદમાં!

ભીંજવીશું વ્હાલને વરસાદમાં
પ્રેમ કરીશું ચાલને વરસાદમાં
છત્રીની માફક ઉઘાડી જાતને
ખુદમાં તું મ્હાલને વરસાદમાં
રંગ આપોઆપ ભીનો થઈ જશે
ઘૂંટશું ગુલાલને વરસાદમાં
કોણ કહે છે દોસ્ત ભીંજાતા નથી
મારી સાથે ચાલને વરસાદમાં
વાદળો જઈ રૂબરૂ પપ્પી કરે
છોકરીના ગાલને વરસાદમાં.

No comments:

Post a Comment