Thursday, July 2, 2009

પ્રભુને પ્રાર્થના -કુન્દનિકા કાપડિયા

હે પ્રભુ,
સંજોગો વિકટ હો ત્યારે
સુંદર રીતે કેમ જીવવું
તે મને શીખવ !
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા
તે મને શીખવ !
પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી
તે મને શીખવ !
કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું
તે મને શીખવ !
કઠોર નિંદા અને ટીકાનો વરસાદ વરસે ત્યારે
તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું
તે મને શીખવ !
પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું
તે મને શીખવ !
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે,
શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય, ત્યારે
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી
તે મને શીખવ !

3 comments:

  1. did u write this? its just beautiful!!!

    ReplyDelete
  2. thanks. it's indeed beautiful but definitely not written by me. my writting still is not of such gr8 class. as mentioned in the title, it has been written by the gr8 gujarati writer kundanika kapadia whose novel "saat paglaa aakash maa" is best seller & must read for every one especially women.

    ReplyDelete
  3. saras che mohitbhai... ... u rock........

    ReplyDelete