Wednesday, July 15, 2009

લાવો રે !

લાવો રે, કાચની લખોટીઓ લાવો
લાવો, દૂરબીન આભ જોવા,
કેટલા વર્ષે હું આવ્યો છું ગામ,
મારું બળબળતું શહેર અહીં ખોવા.
જાતાં મેં ભમ્મરડે વીંટી'તી દોરી
એ દોરીની છાપ હજી હાથમાં,
કેટલાં કચૂકાઓ શેકીને ખાવાના
વાવ્યા'તા કાતરાઓ જાતમાં.
ફળિયાની ધૂળમાં ઝબોળું હું જાત
મારા શૈશવના હાથપગ ધોવા. લાવો રે...
ગિલ્લી-દંડામાં અંચઈ કરી દોસ્તને
દુઃખે છે હજી મને ઘાવ,
મરણોત્તર સન્માનો આપી શકાય છે
શી રીતે આપું એક દાવ ?
આંખો પર છાંટું બે ખોબા ભૂતકાળ
મળે સાચકલાં આંસુઓ રોવા. લાવો રે...
-મુકેશ જોષી

3 comments:

  1. Mohitbhai,

    ghani saras! aa to khaali shaher thi gamda ni vaat nathi pan nana thi mota thayela ni,
    cycle ma thi gadi ma pharanara ni,
    india thi america avela sahoo ni che.

    Regards,
    Nishidhdha

    ReplyDelete
  2. નાના હતાં ત્યારે જલ્દી મોટાં થવા માંગતા હતાં. પણ આજે સમજાયું કે અધુરી લાગણીઓ અને ટૂટેલાં સ્વપ્નાઓ કરતાં અધૂરા હૉમ-વર્ક અને ટૂટેલાં રમકડાં ઘણાં સારા હતાં.

    ReplyDelete
  3. Mohit bhai bau j saras kavita che......
    sache aa badha divaso pacha avi jay to kevi maja pade........ ..

    ReplyDelete