This poem is modified version of a message which was sent to me on the occasion of Ahmedabad's 600th b'day. I have made some necessary changes & added my personal thoughts to make it more like a poem, but essence of the poetry I have kept as it is. I can't stop myself sharing it with you. Anyone who has lived in Ahmedabad anytime, is gonna love it.
નામ ભલે છે અમદાવાદ, પણ અમેરિકા જેવી પહેચાન છે
એક લાલ દરવાજા ને બીજુ લૉ ગાર્ડન બેઉ અમારી શાન છે
મણિનગર કે માણેકચોક, કાંકરિયા કે વસ્ત્રાપુર લેક,
સી.જી. રોડ કે એસ.જી. હાઈવે આ શહેરની જાણે જાન છે
ફરકીની લસ્સી, ખાડાના દાળવડા, ઑનેસ્ટની પાંવભાજી, રુક્ષ્મણિની પાણીપુરી
નગરની ચોળાફળી ને રાયપુરના ભજીયા જગ આખામાં પ્રખ્યાત છે
બી.આર.ટી.એસ. થઈ ગઈ હવે રિવરફ્રન્ટ પણ થાય છે
એટલે જ તો શહેર અમારું 'મેગાસિટી' કહેવાય છે
એકવાર જે આવે અહીં એ અહીંનો જ થઈ જાય છે
ને છોડીને જે જાય એનેય આ શહેર ના ભૂલાય છે
મારું, તમારું, આપણા સૌનું આ "આપણું અમદાવાદ" છે
અને અહીં વસનારો પ્રત્યેક જણ "અમદાવાદી" કહેવાય છે.
Friday, March 5, 2010
Subscribe to:
Posts (Atom)