Wednesday, January 13, 2010

કહો વાયરાને મન મૂકીને વાજો...

હૈયે ઉમંગ છે... મનગમતો સંગ છે...
પેચ રે લડાવી જુઓ, જામવાનો જંગ છે...
લાવો, લાવો, પતંગ અને માંજો...
કહો વાયરાને મન મૂકી વાજો...
આભને તેડીને ઊભી મારી પતંગ, જુઓ...
ઠમકો મારીને એનો નિખરે છે રંગ, જુઓ...
પાવલો કે ઘેંસિયો કે ચાંદેદાર આંખવાળો...
આભમાં જુઓને બાંધ્યો ધરતીએ રંગમાળો...
આભ આખું ધરતીનો પર્યાય છે...
ચારેબાજુ પતંગો દેખાય છે...
મારા પતંગના સારાવાના થાજો...
કહો વાયરાને મન મૂકીને વાજો...
સંબંધોના સરનામે જામવાની ઓર મઝા,
પાડોશીના પતંગોને કાપવાની ઓર મઝા...
ખેંચીને કાપશું, ક્યાંક ઝોલ નાખી રાખશું,
ઢીલ છોડી સામેવાળાને હંફાવશું...
પ્રેમપત્રો આકાશને લખાય છે...
કેવી ઉત્તરાયણ ઉજવાતી જાય છે...
જોને, ધાબા પર થાય છે અવાજો...
કહો વાયરાને મન મૂકીને વાજો...

5 comments:

  1. This kite-song is specially dedicated to all my v-9 friends with whom I have shared some cherishing & memorable moments of uttarayan! Happy Uttarayan guys!

    ReplyDelete
  2. Dear Mohit,

    Very Nice. We are missing Uttarayan here, but wish you will have all joy on behalf of us.

    Bhavesh

    ReplyDelete
  3. Good one...

    Uttarayan is one of the many festivals I miss here in the US. I think it is because as you mentioned we had a wonderful time together on Uttarayan.

    Happy Uttarayan...

    Jvalit

    ReplyDelete
  4. We miss Uttarayan and Sarathi ....I am sure Manish, Mohit, Jignesh and Gatti will make for rest of us.

    Bhavesh na ghar nu tarace and all the friends, when we will get the same fun again ?

    ReplyDelete
  5. thanks buddies for ur comments & wishes. v all miss u over here on every festivals. v r not gonna have the same fun again as v used to have in the past. all those days are gone. "te hi no divasa gataha:"!

    ReplyDelete