Tuesday, May 4, 2010

On the occassion of "Swarnim Gujarat"

કોણ કે'છે કે નમાલી છે પ્રજા ગુજરાતની?
શૌર્યના ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની!
ગર્વ લેવા જેવી છે કંઈ કંઈ વાતો ગુજરાતની,
કઈ કહું? કઈ ના કહું? છે મોંઘી મતા ગુજરાતની.
આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં,
ભોળી ભોળી ભાવનાઓ છે અહા! ગુજરાતની.
મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.
રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દિ',
એષણા પૂરી અમે કરશું સદા ગુજરાતની.
આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું,
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.
એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના,
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.
ઝાઝું તો હું શું કહું સુરભૂમિ કરતાં પણ અધિક,
વ્હાલી છે, પ્યારી છે મને આ ભોમકા ગુજરાતની.
એમની પાસેથી હું 'દિલદાર' માંગું શું બીજું?
આપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
- મનહર 'દિલદાર'

No comments:

Post a Comment