Wednesday, June 23, 2010

પ્રેમાળ માણસ નથી ઓળખાતા - મરીઝ

સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશા અધૂરું;
પ્રીતમનો પરિચય તું માંગી રહી છે,
વિષય તારો સુંદર, કૂતુહલ મધુરું.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે,
હૃદય એનું ભોળું, જીવન એનું સાદું;
ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ, ન વાતોમાં જાદૂ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઈ ખાસ ગતાગમ છે એને;
પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઈ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચૂપકીદી એની સદંતર નિખાલસ;
નથી એની પાસે દલીલોની શક્તિ,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઈ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે;
કોઈના બારામાં ન નિંદા કોઈની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના જ રસ્તે સૂરજની માફક;
સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે,
જગા કોઈ પણ હો એ શોભી શકે છે;
પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.
- મરીઝ

Sunday, June 20, 2010

Team Hoyt - Father of the century

A moving real life story of a father & son on this 100th anniversary of "Father's day"! I'm sure all of us will learn what does it take to be a really good father after watching this story! Wish you all a "Happy Father's Day"! Just go to your father, hug him & thank him for being there whenever you needed him!

રાતકો જરા સી આવાઝ સે

ટૂટતી હૈ નીંદ પિતાકી,

વો ઝૂંઝલાતે નહીં કિસી પર

ચૂપકે સે ઉઠતે હૈ

નિકલતે હૈ ઘરસે બાહર

દેખતે હૈ સબ તરફ સબ ઠીક તો હૈ

પિતા ચૌકન્ના હોતે હૈ

સોચતા હૂં, જબ પિતા નહીં હોંગે

કૌન રહેગા ચૌકન્ના

ઔર ફિર મુઝે પિતા કી હી તરહ

રાતભર નીંદ નહીં આતી.

- હરગોવિંદ પુરી