રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના!
નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના,
બિન્દુ મહીં ડૂબીને સિંધુ તરી જવાના!
કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના,
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના!
છો ને ફર્યા, નથી કંઈ દિ’થી ડરી જવાના,
એ શું કરી શક્યા છે? એ શું કરી જવાના!
મનમાં વિચાર શું છે? અવિરામ કંઈ દીપક છે,
પ્રકાશ આંધીઓમાં પણ પાથરી જવાના!
એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના!
સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ,
સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના!
સમજો છો શું અમોને? સ્વયં પ્રકાશ છીએ!
દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના!
અય કાળ! કંઈ નથી ભય, તું થાય તે કરી લે!
ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના!
યાંત્રિક છે આ જમાનો, ફાવે છે વેગવાળા,
એ યુગ ગયા વિચારી પગલાં ભરી જવાના!
દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળિયું અમે ખુદ ખાલી કરી જવાના!
- અમૃત ઘાયલ
Saturday, July 17, 2010
Subscribe to:
Post Comments (Atom)
આને જ મળતું આવતું શ્રી અમૃત ઘાયલનું એક મુક્તક ટાંકવાનું મન થાય છે;
ReplyDelete"વલણ હું એકસરખું રાખું છું આશા-નિરાશામાં,
બરાબર ભાગ લઉં છું જિંદગીના હર તમાશામાં,
સદા જીતું છું એવું કંઈ નથી,હારું છું હું બહુધા પણ-
નથી હું હારને પલટાવા દેતો હતાશામાં."
dis blog and poem is really gonna help me a lot....coz here i hv 2 find my own way....nobody is here 2 help me....somtimes times i feel...i'll lose everything bt after dat i remember this poem...and say 2 my self, "no vicky, u hv 2 do it and u hv the strenth 2 do it....i hv 2 fulfill my parents' dream..i know u might b thinking i m getting emotional, bt it happen somtimes.(JYARE GHAR NI BAHUJ YAAD AAVE TYARE---i hope u understand)..really dis 1 is inspirational.....Thnx a lot bro.....
ReplyDeleteMiss u 2 all.........
Thnx & Regards,
Vicky.