- પગના નખમાં ફૂગનો ચેપ (Onychonychia)
- પગના અંગૂઠા તથા આંગળીઓનો આકાર બદલાવો અને સાંધામાં જટિલતા આવવી (Hammer toe, crowding of toes, bunion toe)
- પગની આંગળીઓના ટેરવાં કે તળિયામાં કણી અથવા કપાસી થવી (Corn & Calluses)
- પગના તળિયાની ચામડી સુકી થઈ જવી તથા તેમાં ચીરા પડવા (Fissures)
- પગની આંગળીઓ વચ્ચેની જગ્યા ફોગાઈ જવી તથા ફૂગનો ચેપ લાગવો (Web space maceration)
- પગની બન્ને કમાન સપાટ થઈ જવી (Flat Foot)
- પગની અંદરની કમાન વધુ ઘેરી બનવી તથા તળિયાના હાડકા ઉપસી આવવા (High Arched Foot)
- પગના અગ્રભાગમાં ચાંદુ પડવું/ ચેપ લાગવો/ ન રૂઝાતો ઘા પડવો ( Fore Foot Ulceration/ Infection)
- પગના મધ્યભાગમાં ચાંદુ પડવું/ ચેપ લાગવો/ ન રૂઝાતો ઘા પડવો ( Mid Foot Ulceration/ Infection)
- પગની એડીના ભાગમાં ચાંદુ પડવું/ ચેપ લાગવો/ ન રૂઝાતો ઘા પડવો ( Hind Foot Ulceration/ Infection)
- ચેપ (Infection) અથવા લોહીના અપૂરતા ભ્રમણ (vasculopathy) ના લીધે પગ કાળો પડવો(Gangrene)
- પગના અગ્ર તથા મધ્યભાગમાંના હાડકાનો ભૂકો થવો (Destruction) / હાડકા ગળી જવા(Resorption) / સાંધા છૂટા પડી જવા / પગના આકારમાં સંપૂર્ણ બદલાવ થઈ જવો (Charcot's Foot)
વિશ્વમાં દર ૩૦ સેકન્ડે કોઈક ને કોઈક વ્યક્તિ ડાયાબિટીસને લીધે તેનો પગ ગુમાવે છે.વિશ્વભરમાં થતા પગ કપાવવાના કુલ ઓપરેશનમાં ૭૦% થી વધુ ડાયાબિટીસને લીધે થાય છે.
No comments:
Post a Comment