રાત દિવસ કંઈ લાગે હરપળ
એ પણ સાચું,આ પણ સાચું.
અંધારે આ કેવી ઝળહળ?
એ પણ સાચું,આ પણ સાચું.
ભીતર શું ય ગયું દેખાઈ?
ભણતર સઘળું ગયું ભુલાઈ,
કહેતો ફરું છું સૌની આગળ
એ પણ સાચું,આ પણ સાચું.
અપમાનિત કે સમ્માનિત હો
બેઉ ખેલ છે, બન્ને ખોટાં.
કાં તો સ્વીકારી લે હરપળ
એ પણ સાચું,આ પણ સાચું.
સપનામાંથી જાગ્યો જ્યારે
એ પળમાં મૂંઝાયો ભારે,
અંદર-બાહર,આગળ-પાછળ
એ પણ સાચું,આ પણ સાચું.
કોઈ 'કાલ'માં શું બંધાવું?
કેવળ ખળખળ વહેતા જાવું
'મિસ્કીન' આનું નામ છે અંજળ
એ પણ સાચું,આ પણ સાચું.
કોણ અહીં કોનું કે ક્યાં લગ?
સઘળું નિશ્ચિત છતાંય લગભગ,
'મિસ્કીન' એનું નામ છે અંજળ..
એ પણ સાચું,આ પણ સાચું.
Tuesday, January 4, 2011
Subscribe to:
Post Comments (Atom)
જીવનમાં ક્યારેક આ પણ સાચું અને એ પણ સાચું એવું અનુભવાતું હોય છે. અર્જુન જ્યારે દ્વિધામાં હતો, Double-minded હતો, ત્યારે તેની દોરવણી કરવા કૃષ્ણ હતા. પરંતુ આપણે તો જાતે જ આપણા કૃષ્ણને શોધવાનો છે અને સાચો ઉત્તર નક્કી કરવાનો છે. આ કવિતામાં કવિએ આ જ દ્વિધાયુક્ત મનોસ્થિતિનું ગૂઢ અને ગહન આલેખન કર્યું છે.
ReplyDelete