Monday, February 16, 2009

સગડ મળે જો તારા ! -હિતેન આનંદપરા

સગડ મળે જો તારા
હું ઓવારી દઉં તારા પર
પાંપણના પલકારા
સગડ મળે જો તારા
મને કોઇ સમજાવો મારી
સમજણ કાચી પાકી
તને શોધવા માટે કેટલાં
જન્મો લેવા બાકી ?
પતંગિયાના કઈ રીતે હું
ગણી શકું ધબકારા ?
સગડ મળે જો તારા
તળમાં હો કે નભમાં તારા
અગણિત રૂપ અપાર
મારી એકજ ઈચ્છા, તારો
બનું હું વારસદાર
તને વિનંતી કરું છું થોડા
મોકલને અણસારા
સગડ મળે જો તારા

3 comments:

  1. હિતેન આનંદપરા આ કવિતામાં સૃષ્ટિના સર્જનહારના સગડ મેળવવાની વાત કરતાં જણાવે છે કે જો ઇશ્વરના સગડ મળતા હોય તો તેઓ તેમના પર પોતાના પાંપણના પલકારા ઓવારી દેવા તૈયાર છે. એકરીતે જોઈએ તો પાંપણ પલકારા મારતી ત્યારેજ અટકે જ્યારે માણસ મ્રુત્યુ પામે. આમ, એક અર્થમાં કવિ ઈશ્વર પ્રાપ્તિ માટે પોતાના પ્રાણ નિછાવર કરવા પણ ન અચકાવું જોઈએ એમ જણાવે છે. ઈશ્વરનો અર્થ આપણે સત્ય એમ પણ કરી શકીએ. આમ, ઈશ્વરની શોધ એટલે અંતે તો સત્યની જ શોધ! ઈશ્વર હોય કે સત્ય, બંનેને શોધવા કે સમજવાની એક આવશ્યક શરત એ છે કે સૌ પ્રથમ તમારે તમારી અણસમજ કે અજ્ઞાનતાનો નિખાલસભાવે અને ખુલ્લા દિલે સ્વીકાર કરવો પડે. કોઈએ સાચુ જ કહ્યું છે કે,"કોઈપણ સમસ્યાના સમાધાનની શરુઆત સ્વીકારથી થાય છે!" કવિને પોતાની અધકચરી સમજણ જોતાં આશ્ચર્ય થાય છે કે ઈશ્વરને પામવા પોતે હજુ શી ખબર કેટલાંય જન્મો લેવા પડશે! ઈશ્વરની લીલા સમજવી એ તો જાણે પતંગિયાના ધબકારા ગણવા જેવી અશક્ય જણાતી બાબત છે. ઈશ્વર કદાચ સદેહે પ્રાપ્ત ન થાય પરંતુ તેના અગણિત રૂપ પાતાળથી આકાશ સુધીમાં અપરંપાર છે. આમ, કવિ આખરે પ્રકૃતિમાંજ ઈશ્વરદર્શન કરે છે. અંતે, ઈશ્વરના વારસદાર થવાની ઈચ્છા દર્શાવી કવિ ઈશ્વરને તેનો અણસાર આપવા જણાવે છે અને આપણને સંદેશો આપે છે કે જો ખરેખર ઈશ્વરની સમીપ જવું હોય તો સૌ પ્રથમ તેના વારસદાર એટલે કે ઇશ્વરીય ગુણો ધરાવતા માણસ થવું પડે. હિતેન આનંદપરાની જ એક અન્ય રચના છે કે,

    " ચલો સાથે મળી ભગવાનના વારસ બની જઈએ,
    શરત એટલી છે સૌ પ્રથમ માણસ બની જઈએ!"

    ReplyDelete
  2. સાતમા ધોરણનો ભૂગોળનો ક્લાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાનુ િવદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી. ઃ

    ૧) ઇિજપ્ત ના પિરામિડ
    ૨) તાજમહાલ
    ૩) પિઝાનો ઢળતો મિનારો
    ૪) પનામા નહેર
    ૫) અમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિન્ગ
    ૬) બેબીલોનના બગીચા
    ૭) ચીનની મહાન દીવાલ

    શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધયાનમાં આવ્યુ કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.

    “કેમ બેટા, કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?…” શિક્ષકે પુછ્યું.

    “નહીં સર…એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી હોય એવું મને લાગે છે.”

    શિક્ષકને નવાઇ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણી બધી અજાયબીઓની વાત કરે છે !
    “ચાલ બોલ જોઉં તો…, તેં કઈ સાત અજાયબીઓ લખી છે?” શિક્ષકે પુછ્યું.

    પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી…
    મારા માનવા મુજબ વિશ્વ ની સાત અજાયબીઓ છે ઃ

    ૧) સ્પર્શવું
    ૨) સ્વાદ પારખવો
    ૩) જોય શકવું
    ૪) સાંભળી શકવું
    ૫) દોડી શકવું , કુદી શકવું
    ૬) હસવું અને,
    ૭) ચાહવું, પ્રેમ કરવો

    શિક્ષક સ્તબ્ધ બની ગયા. ક્લાસમાં પણ શાંિત છવાય ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દ્રશ્ટ્ીએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી…….
    .
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    ★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★★♥★♥★
    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
    .
    આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલી અદ્ભુત રચનાઓને સામાન્ય ગણતા હોઇએ છીએ ! ! !

    પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્િત આપે…

    - ડો. આઇ. કે.વિજળીવાળા લેખિત “મોતીચારો” માંથી સાભાર…

    ReplyDelete
  3. Thanks 4 the comment. But it will be better if u r posting comment as anonymous to write ur name along with the comment in the comment box, so that we can know who has posted the comment & can send feedback accordingly.

    ReplyDelete