Friday, April 10, 2009

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!

વિદ્યા આવે અને વિનય ન વિસરાય....
તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
ધન આવે અને ધર્મ ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
સત્તા મળે અને સૌજન્ય ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
સિધ્ધિ મળે પણ સદાચાર ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
સમૃધ્ધિ મળે પણ સદવર્તન ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
કુશળતા આવે પણ સમજણ ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
જોબન આવે પણ સંયમ ન વિસરાય....

તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે!
એટલે કે, પ્રત્યેક સ્થિતિમાં આંતરિક પવિત્રતા, નિરાભિમાનિતા, નમ્રતા અને ઈમાનદારી હેમખેમ રાખી શકો તો સમજવું કે તમારી ઉપર ઈશ્વરકૃપા છે! અને આ જ જીવન જીવવાની સર્વશ્રેષ્ઠ રીત છે!

2 comments: