Wednesday, May 13, 2009

સંસ્મરણોના સંભારણાં!

સંસ્મરણોના સંભારણાં

યાદોના કદી કોઈ કિનારા નથી હોતા,
મહોબ્બતના બધે કંઈ મિનારા નથી હોતા,
તમે રહો અમારી સાથે સદા એવા કંઈ
બુલંદ અમારા સિતારા નથી હોતા!

તારી તો કેટલી બધી વાતો મને યાદ છે,
ભૂલી જવાના કદી કોઈ બહાના નથી હોતા.
કંઈ કેટલાંય હશે ચાહકો તમારાં પણ
બધાંય કંઈ મારા જેવા દિવાના નથી હોતા!

દિલ તો હોય છે સૌની પાસે પણ સૌ
દિલમાં અચ્છાઈના ખજાના નથી હોતા.
ઘણાં લોકોને હું રોજ મળું છું કિન્તુ
બધાં તમારી જેમ મઝાના નથી હોતા!

સુંદર તો દુનિયામાં ઘણાંય હશે પણ
મનને ગમે એવા સૌ ચહેરા નથી હોતા.
તું દૂર છે મુજથી એ હુંય જાણું છું પણ
મનના વિચારોને કોઈ પહેરા નથી હોતા!

જ્યારે નિર્મળ લાગણીથી બંધાય છે સંબંધ,
ત્યારે એના થતા કોઈ તમાશા નથી હોતા.
અપેક્ષારહિત હો પાવન જ્યાં મૈત્રી ત્યાં
કરવા પડતાં કોઈ ખુલાસા નથી હોતા!

પ્રેમ પછી દર્દ અને મિલન પછી વિરહ,
બધા સમજી શકે એવા આ ઉખાણાં નથી હોતા.
તારા જ અસ્તિત્વનું પ્રમાણ છે એ સખી કે તારા
સંસ્મરણોના સંભારણાં કદી પુરાણા નથી હોતા!
- By Dr. Mohit Shah (30-3-09)

2 comments:

  1. Excellent poem Mohit, this definately is the nicest gift a friend can give on Birthday.....

    ReplyDelete
  2. It is really nice.. Good work Mohitbhai and thank you for sharing with us...

    Best Regards,
    Nishidhdha

    ReplyDelete