Thursday, August 6, 2009

આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

This one is sent to me by my dear friend Jvalit Baxi. Thanks Jvalit for this beautiful, funny & sarcastic poem about how humans have made themselves & their emotions, a commodity like the cell-phone.
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો,
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને સંબંધ
રિસીવ કરતો થઈ ગયો,
સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને
સ્વીચ ઓફ કરતો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો,
મિસિસને છોડીને મિસને
કૉલ કરતો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનું ઊંચું મૉડેલ જોઈ જુઓને
જીવ બાળતો થઈ ગયો,
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાંય કહેતો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો,
આજે હચ અને કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો બદલતો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમીંગ-આઉટગોઈંગ ફ્રી ના ચક્કરમાં
કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો,
હવે એનું શું થાય બોલો, એ તો
મૉડેલ ફોર ટુ ઝીરો થઈ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!

2 comments: