Monday, August 3, 2009

Happy Friendship Day!

Specially, on this friendship day, to all my dear friends!

સુખ-દુઃખની વાતો બને, નહિ છાનું કંઈ કોઈની કને,
કોઈનું દિલ ના કોહવાય, મિત્રાચારી તહાં કહેવાય.
જાત-રંગથી જે જે ભેદ, તેથી નહિ કો કોને ખેદ,
જીવ એક ને જૂજવી કાય, મિત્રાચારી તહાં કહેવાય.
સ્વાર્થ ન બીજો પ્રીતિ વિના, પ્રીતિ વણ સહુ અનમના,
રાત દિવસ પ્રીતિ જમાય, મિત્રાચારી તહાં કહેવાય.
સુખમાં દૂર દુઃખમાં પાસ, એકબીજાની પૂરે આશ,
તન-મન-ધનથી મદદો થાય, મિત્રાચારી તહાં કહેવાય.
એકનું કર્યું સહુને ગમે, કો'ના ભમાવ્યા ના ભમે,
મિત્રનું ભૂંડુ ન સંખાય, મિત્રાચારી તહાં કહેવાય.
એક વિચારે થાયે કામ, મન વળગેલા આઠે જામ,
વાત જહાં ન ઉથાપાય, મિત્રાચારી તહાં કહેવાય.
લાલચમાં લપટાયે નહિ, જીવ જતે ના જુદા સહી,
આડી વેળાએ પ્રાણ અપાય, મિત્રાચારી તહાં કહેવાય.
ચડતા સહુ વાતે ભરપૂર, પડતાને ન મૂકે દૂર,
મિત્ર દેખી શમે લાય, મિત્રાચારી તહાં કહેવાય.
દુશ્મન દોડે ચારે પાસ, ના તોડે પ્રીતિનો પાશ,
પ્રેમરસેય નીતિ રખાય, મિત્રાચારી તહાં કહેવાય.
-નર્મદ

3 comments:

  1. Wish you a Happy Friendship Day!!!

    ReplyDelete
  2. Happy Friendship Day to All Friends !!!

    ReplyDelete
  3. Dear Mohit,

    We wish you and all our friends "HAPPY FRIENDSHIP DAY".

    Bhavesh

    ReplyDelete