કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક
રીંગટોન રાધાનો વાગે...
જન્મો જનમની ઘેલી રાધાની પ્રિત
કાનજીની આંખોમાં જાગે...
રીંગટોન રાધાનો વાગે...
મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી
રાધાના રાસની તાલી;
મોબાઈલ પકડીને થાકેલા હાથને
રાધાનો હાથ લેવો ઝાલી...
આયખાની સાંજ પર ઊભેલો કાનજી
સપનાનો ટૉક ટાઈમ માંગે...
રીંગટોન રાધાનો વાગે...
s.m.s. મોકલેલો વાયા ઓધાજી
એના replyમાં રાધાના આંસુ;
રાધાના આંસુનો s.m.s. વાંચીને
કાનજીની આંખે ચોમાસું...
મોબાઈલની બૅટરીને ખાલીપો વળગે ત્યાં
વાંસળી વાગે છે એક રાગે...
રીંગટોન રાધાનો વાગે...
-અંકિત ત્રિવેદી
રીંગટોન રાધાનો વાગે...
જન્મો જનમની ઘેલી રાધાની પ્રિત
કાનજીની આંખોમાં જાગે...
રીંગટોન રાધાનો વાગે...
મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી
રાધાના રાસની તાલી;
મોબાઈલ પકડીને થાકેલા હાથને
રાધાનો હાથ લેવો ઝાલી...
આયખાની સાંજ પર ઊભેલો કાનજી
સપનાનો ટૉક ટાઈમ માંગે...
રીંગટોન રાધાનો વાગે...
s.m.s. મોકલેલો વાયા ઓધાજી
એના replyમાં રાધાના આંસુ;
રાધાના આંસુનો s.m.s. વાંચીને
કાનજીની આંખે ચોમાસું...
મોબાઈલની બૅટરીને ખાલીપો વળગે ત્યાં
વાંસળી વાગે છે એક રાગે...
રીંગટોન રાધાનો વાગે...
-અંકિત ત્રિવેદી
No comments:
Post a Comment