આસપાસ, આરપાર, અઢળક ઉભો છું,
તમે પાછા વળીને મને કળજો,
તમે મીરાની જેમ મને મળજો !
ઓઢણીમાં સૂસવાતો રણનો વંટોળ
અને વીરડીમાં જાગ્યું તોફાન,
રણની રેતીમાં કેવું અદકેરું અટવાણું
સળગેલા સૂરજનું વ્હાણ,
કો'કવાર ધોધમાર દોડવાના દિવસોમાં
મંજીરા સાંભળીને વળજો,
તમે મીરાની જેમ મને મળજો !
તમરાંના કાનમાંથી ટપકે છે રાત
અને મૌનનો ચણાયો મોટો મહેલ,
ધૂપસળી જેમ કોણ ઓગળે છે ઓરડે
અને પૂછવાની કોણ કરે પહેલ ?
એકધારો એકતારો છેડે જે રાગ
તેમાં એકપણું ભાળો તો ભળજો,
તમે મીરાની જેમ મને મળજો !
-ભાગ્યેશ જહા
તમે પાછા વળીને મને કળજો,
તમે મીરાની જેમ મને મળજો !
ઓઢણીમાં સૂસવાતો રણનો વંટોળ
અને વીરડીમાં જાગ્યું તોફાન,
રણની રેતીમાં કેવું અદકેરું અટવાણું
સળગેલા સૂરજનું વ્હાણ,
કો'કવાર ધોધમાર દોડવાના દિવસોમાં
મંજીરા સાંભળીને વળજો,
તમે મીરાની જેમ મને મળજો !
તમરાંના કાનમાંથી ટપકે છે રાત
અને મૌનનો ચણાયો મોટો મહેલ,
ધૂપસળી જેમ કોણ ઓગળે છે ઓરડે
અને પૂછવાની કોણ કરે પહેલ ?
એકધારો એકતારો છેડે જે રાગ
તેમાં એકપણું ભાળો તો ભળજો,
તમે મીરાની જેમ મને મળજો !
-ભાગ્યેશ જહા
No comments:
Post a Comment