Tuesday, March 17, 2009

On my birthday-જીવાય છે જિંદગી!

જીવાય છે જિંદગી
પળ-પળ નિરંતર વહી જાય છે જિંદગી,
કોઈ ન જાણે ક્યાં જાય છે જિંદગી.
સુખ-દુઃખમાં કદી અટવાય છે જિંદગી,
તો ભાર તળે કદી કચડાય છે જિંદગી.
હતાશ થઈને જ્યારે પછડાય છે જિંદગી,
ત્યારે પડીને પાછી ઊભી થાય છે જિંદગી.
સંજોગોના રણમાં જો ખોવાય છે જિંદગી,
તો ફરી કોઈ ક્ષણમાં મળી જાય છે જિંદગી.
સ્વાર્થના સમીકરણોથી જો ગૂંચવાય છે જિંદગી,
તો પ્રેમાળ પ્રયાસોથી ઉકેલાય છે જિંદગી.
જ્યારે નિરર્થક વીતી જાય છે જિંદગી,
ત્યારે અંતિમ પળે પસ્તાય છે જિંદગી.
સૌની આ જગમાં પૂરી થાય છે જિંદગી,
છતાં કોઈની યાદોમાં સચવાય છે જિંદગી.
જેવી છે તેવી જ્યાં સ્વીકારાય છે જિંદગી,
ત્યાંજ સાચી રીતે સમજાય છે જિંદગી.
એકલાં જ તખ્તા પર ભજવાય છે જિંદગી,
જો સાથે હો તમે તો ઉજવાય છે જિંદગી.
મને તારી આંખોમાં દેખાય છે જિંદગી,
શું તને મારી છાતીમાં સંભળાય છે જિંદગી?
એવું તો નહીં કહું કે બસ જાય છે જિંદગી,
તમારા થકી તો જિવાય છે જિંદગી!
-મોહિત શાહ (૧૭-૦૩-૨૦૦૯)

3 comments:

  1. Dear Mohit,

    we all wish you Happy Birthday.

    Very nice kavita..

    Jvalit-Rupal-Keya-Vansh

    ReplyDelete
  2. This is awesome.

    Many many happy returns of the days..

    Best Regards,
    Nishidhdha and Charmi

    ReplyDelete
  3. Thanks jwalit & nishidhdha for ur wishes & comments.

    ReplyDelete