Friday, March 20, 2009

તો તને આવીને મળાય પ્રભુ!

હોમવર્ક વહેલું પૂરું થાય પ્રભુ
તો તને આવીને મળાય પ્રભુ!
તેં ય મસ્તી તો બહુ કરેલી, નહિ?
કેમ મારાથી ના કરાય, પ્રભુ?
આ શું ટપટપથી રોજ ના'વાનું?
પે'લા વરસાદમાં નવાય, પ્રભુ?
આખી દુનિયાને તું રમાડે છે
મારે દહીં-દુધમાં રમાય, પ્રભુ?
રોજ રમીએ અમે એ મેદાને
કેમ મંદિર નવું ચણાય, પ્રભુ?
મમ્મી-પપ્પા તો રોજ ઝઘડે છે
તારાથી એને ના વઢાય, પ્રભુ?
બળથી બાળક તને જો વંદે તો
બાળ મજદૂરી ના ગણાય, પ્રભુ?
-પ્રણવ પંડ્યા

2 comments:

  1. Dear mohitbhai
    your feeligs & sentimets are ever remains fragnants.It is Doctor's heart witch touches every ones.I appreciate the readings .
    with Blessigs,
    kanak shah

    ReplyDelete
  2. prabhu sathe no aa vartalap khub j gamyo...aabhar

    ReplyDelete