એક અંધ છોકરીની આ વાત છે. લગભગ વીસેક વર્ષની એ છોકરીની દ્રષ્ટિ નાનપણમાં કોઈ કારણસર ચાલી ગઈ હતી. બાળપણ તો જેમતેમ વીતી ગયું પણ જ્યારે તે યુવાન થઈ અને તેના લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવાની વાત આવી ત્યારે મોટાભાગે અંધ યુવકોના જ માંગા આવતા. પણ યુવતીની એક ઈચ્છા કહો તો ઈચ્છા અને આશા કહો તો આશા હતી કે કોઈ તો એવો સામાન્ય યુવક મળશે જે તેને તેની દ્રષ્ટિહીનતા છતાં પણ પ્રેમ કરે. આમને આમ સમય વીતતો રહ્યો. એક દિવસ તેની પડોશમાં રહેતા એક યુવાને તેની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. જે ક્ષણની વર્ષોથી તેણે પ્રતિક્ષા કરી હતી તે ક્ષણ અચાનક તેની સન્મુખ આવી પડી. પરંતુ કંઈક વિચાર્યા બાદ તે યુવતીએ પેલા યુવાનને કહ્યું, "દોસ્ત! તારી કંઈ ગેરસમજ થતી લાગે છે. હું આ ચશ્મા પહેરી રાખું છું એટલે તને કદાચ ખ્યાલ નહીં આવ્યો હોય પરંતુ મારી તને જણાવવાની ફરજ છે એટલે કહું છું કે હું દ્રષ્ટિહીન છું." યુવકે કહ્યું, "હું જાણું છું, ને છતાં તને પ્રેમ કરું છું કારણકે હું તારા વ્યક્તિત્વને નહીં તારા અસ્તિત્વને ચાહું છું." પેલી યુવતી તો ક્ષણભર રોમાંચિત થઈ ઊઠી પણ જરા વિચારીને તેણે કહ્યું, "દોસ્ત! તારી લાગણીની હું કદર કરું છું, પણ તારો પ્રસ્તાવ હું સ્વીકારી શકું એમ નથી. પરંતુ હું ખુશ છું કે આજે કોઈ તો એવું મળ્યું જે મને મારી શારીરિક ખામીને ઉપરવટ જઈને પણ ચાહે છે. દોસ્ત! કૃપા કરીને તારો એક ફોટો મને આપ અને તેની પાછળ તારું નામ-સરનામું લખી આપજે, જેથી ભવિષ્યમાં જો મને દ્રષ્ટિ મળે અને હું દેખતી થાઉં ત્યારે સૌ પ્રથમ હું તારો ફોટો જોઈશ અને શક્ય હશે તો તારો સંપર્ક પણ કરીશ. પણ જો એવું શક્ય ન બને તો ભવિષ્યમાં હું તારા પ્રેમનો સ્વીકાર કરું પણ ખરી પરંતુ ત્યાં સુધી રાહ જોવાની ધીરજ તારામાં હોય તો ઠીક બાકી મને ભૂલી જજે." તે છોકરાએ છોકરીને પોતાનું નામ-સરનામું લખેલો ફોટો આપતાં કહ્યું, "હું રાહ જોઈશ તારા જવાબની."
આ વાતને એકાદ વર્ષ વીત્યું હશે ત્યારે પેલી છોકરીના eye specialistનો એક દિવસ ફોન આવ્યો કે તેને match થાય તેવી આંખો મળી ગઈ છે અને તેના operation બાદ તે દેખતી થઈ જશે. operation બાદ જ્યારે તેની આંખ પરથી પટ્ટી ખોલવામાં આવી ત્યારે તે છોકરીએ સૌથી પહેલાં પેલા છોકરાનો ફોટો કાઢીને જોયો. પણ ફોટો જોતાં જ તે થોડી નિરાશ થઈ ગઈ કારણકે તે યુવાન થોડો કદરૂપો દેખાતો હતો. ત્યારબાદ તે યુવતીએ પોતાનો ચહેરો દર્પણમાં જોયો અને દંગ થઈ ગઈ કારણકે તેને પ્રથમવાર એ વાતની પ્રતીતિ થઈ કે પોતે કેટલી સુંદર છે. તેણે વિચાર્યું કે એટલા માટે જ તે યુવક તેને પરણવા રાજી થઈ ગયો હશે કે અંધ તો અંધ પણ તેને આવી સુંદર પત્ની ક્યાંથી મળવાની છે! સારું થયું કે તેનો પ્રસ્તાવ મેં તે વખતે ન સ્વીકાર્યો. મને તો હવે ઘણો દેખાવડો અને સારો વર મળી શકશે. આમ વિચારી તે યુવતીએ ફોટા પાછળના સરનામે યુવકને પત્ર લખ્યો કે, "દોસ્ત! તને જાણીને આનંદ થશે કે મને દ્રષ્ટિ મળી ગઈ છે પણ સાથે અફસોસ પણ છે કે હું તને પસંદ નહીં કરી શકું કેમકે તારો ફોટો જોયા પછી મને લાગે છે કે આપણી જોડી જામશે નહિ. આથી તું મારી રાહ જોયા વગર યોગ્ય પાત્ર જોઈને પરણી જજે અને મારા થકી તારું મન દુભાયું હોય તો મને માફ કરજે."
અઠવાડિયા પછી તે યુવતીને પેલા યુવાનનો પત્ર મળે છે. યુવતી ઈંતેજારીથી પત્ર વાંચે છે તો તેમાં લખ્યું હોય છે કે, "તારી વાત સાચી છે, સખી! તારી ને મારી જોડી ખરેખર જામે એમ નથી. કંઈ વાંધો નહિ, તું તારી દુનિયામાં ખુશ રહે. મારી ચિંતા કરીશ નહીં. બસ એક request છે. મારી આંખોનું ખાસ ધ્યાન રાખજે, કારણકે હવે તારી આંખે જ મારે દુનિયા જોવાની છે."
બલિદાન એ પ્રેમની ચરમસીમા છે. પ્રેમ એ માત્ર મેળવવાની સોદાબાજી નથી, એ તો ત્યાગીને ખુશ રહેવાની કળા છે.